Arvalli :"અરવલ્લી જિલ્લાના પોલીસ પરિવારનો 'સ્નેહ મિલન' સાથે નૂતનવર્ષમાં નવા સંકલ્પો"


Arvalli :"અરવલ્લી જિલ્લાના પોલીસ પરિવારનો 'સ્નેહ મિલન' સાથે નૂતનવર્ષમાં નવા સંકલ્પો"

 અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બરવાલ દ્વારા નૂતનવર્ષના તહેવારની ઉજવણી નિમિત્તે "સ્નેહ મિલન" કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને ઉત્સાહભેર આ તહેવાર ઉજવ્યો.

આ "સ્નેહ મિલન" કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પોલીસ પરિવારમાં એકતા, સહકાર અને સ્નેહના સંબંધોને મજબૂત બનાવવાનો હતો. પોલીસ અધિક્ષકશ્રી શૈફાલી બરવાલે હાજર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના કામ માટે પ્રોત્સાહિત કર્યા અને સાથે મળીને કામ કરવાની મહત્તા વિશે ઉલ્લેખ કર્યો.

કાર્યક્રમ દરમિયાન મીઠાઈ વહેંચવામાં આવી હતી, , આ પ્રસંગે શૈફાલી બરવાલે ખાસ કરીને પોતાના સ્ટાફના હિતમાં વિવિધ સુવિધાઓ અને સકારાત્મક કાર્યકાળની અભિવ્યક્તિ આપી. "સ્નેહ મિલન" જેવા કાર્યક્રમો દ્વારા કમૅચારી તણાવમાં રાહત અનુભવે છે અને તેમને ફરજ પ્રત્યે પ્રેરણા મળે છે.

આવી ઉજવણી દ્વારા જિલ્લામાં પોલીસ સ્ટાફમાં મજબૂત બાંધણી અને સહકારનો સંદેશ વિતરણ કરાયો, જે રાષ્ટ્રની સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં સહાયરૂપ થશે.


Comments